બેલારુસના દાવાથી યુક્રેન અને અમેરિકા સહીત અનેક દેશોમાં ફફડાટ

0
181

યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે સમગ્ર વિશ્વ ચિંતિત છે. યુક્રેનને અમેરિકા સહીત ઘણા પશ્ચિમી દેશો મદદ કરી રહ્યા છે. તે વચ્ચે રશિયાએ એવું પગલું ભર્યું છે, જેથી યુક્રેન અને અમેરિકામાં ભયનો માહોલ છવાયો છે. બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેન્કોએ આ અંગે કહ્યું છે કે, “રશિયાએ તેમના દેશમાં પરમાણુ હથિયારોની તૈનાતી શરૂ કરી દીધી છે.” મહત્વનું છે કે, “શીતયુદ્ધ પછી આ પ્રથમ વખત છે જ્યારે રશિયા તેના પરમાણુ હથિયારો બીજા દેશમાં તૈનાત કરી રહ્યું છે. રશિયાએ હજુ સુધી બેલારુસને પરમાણુ હથિયારોની સપ્લાય શરૂ કરવા અંગે કોઈ નિવેદન આપ્યું નથી. બેલારુસમાં પરમાણુ હથિયારોની જમાવટને યુક્રેન યુદ્ધ સાથે જોડવામાં આવી રહી છે.