ચાલુ સપ્તાહના અંતિમ ટ્રેડીગ દિવસે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. રિલાયન્સ, ટેક મહિન્દ્રા, મારુતિ, અલ્ટ્રાટેક સહિતના હેવી વેઇટ સ્ટોક્સમાં ડોમેસ્ટિક અને વિદેશી ફંડ્સની ભારે લેવાલી રહી હતી. ૨૬ મે, ૨૦૨૩ શુક્રવારના રોજ સેન્સેક્સ 629 પોઈન્ટ વધીને 62,502ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 178 પોઈન્ટ વધીને 18,499.30 પર બંધ થયો હતોઇન્ફોર્મેશન ટેકનોલોજી, FMCG, ફાર્મા, મેટલ અને પબ્લિક સેક્ટર્સ બેન્કમાં સારી ખરીદી જોવા મળી હતી. રિલાયન્સ, ઝી એન્ટરટેઇનમેન્ટ, વિપ્રો, હિન્દાલ્કો જેવા ટોચના શેર્સ વધ્યા હતા. તેની સામે ONGC, ગ્રાસિમ, ભારતી એરટેલ, પાવર ગ્રીડ જેવા સ્ટોક્સમાં વેચવાલીનું પ્રેશર રહ્યું હતું.