HomeDeshરાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન

રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે નવા સંસદ ભવન અને તેના ઉદ્ઘાટન કાર્યક્રમને લઈને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. રાહુલે કહ્યું કે સંસદ બંધારણીય મૂલ્યોથી બને છે અહંકારની ઇંટોથી નહીં. તેમણે એમ પણ કહ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ઉદ્ઘાટન ન કરવું અને તેમને સમારોહમાં આમંત્રણ ન આપવું એ દેશના સર્વોચ્ચ બંધારણીય પદનું અપમાન છે. પોતાના ટ્વીટમાં રાહુલે કહ્યું, “રાષ્ટ્રપતિને સંસદના ઉદ્ઘાટન સમારોહમાં આમંત્રણ ન આપવું – આ દેશના સર્વોચ્ચ બંધારણીય પદનું અપમાન છે.” સંસદ અહંકારની ઇંટોથી નહીં, પરંતુ બંધારણીય મૂલ્યોથી બનેલી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments