સીએમ ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનો પ્રારંભ

0
185

પ્રવેશોત્સવને અને રથયાત્રાની તૈયારીઓ અંગે ચર્ચા

CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનો પ્રારંભ થયો છે , અમદાવાદ સહિત રાજ્યના નાના અને મોટા શહેરોમાં યોજાનારી રથયાત્રા અને જૂન મહિનાથી પ્રારંભ થતાં નવા સત્ર બાબતનું આયોજન અંગે ચર્ચા કરવામાં આવશે

નવા શૈક્ષણિક વર્ષ 2023 24 12 જૂનથી પ્રારંભ થઈ રહ્યો છે, કેબિનેટ બેઠકમાં પ્રવેશોત્સવને લઈને તૈયારીઓ બાબતની સમીક્ષા કરવામાં આવશે અને તમામ કેબિનેટ પ્રધાન રાજ્ય કક્ષાના પ્રધાનો તથા અધિકારીઓને અલગ અલગ જિલ્લા અને તાલુકાની શાળાની ફાળવણી કરવામાં આવશે.

ગુજરાત પોલીસ દ્વારા અમદાવાદની રથયાત્રામાં હાઇટેક સિક્યુરિટી સાથે સુરક્ષાનો પ્રબંધ કરવામાં આવ્યો છે, અને રામ નવમીના દિવસે જે ઘટના બની હતી, તેવી ઘટના અન્ય શહેરમાં ન બને તેને ધ્યાનમાં લઈને પણ ગૃહ વિભાગ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાશે.

અને પૂરતા પ્રમાણમાં પોલીસ સુરક્ષા બાબતની પણ ખાસ સુચના કેબિનેટ બેઠકમાં વિભાગને તથા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આપી શકે છે.
આગામી દિવસોમાં રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ સહિત જે શહેરોમાં જગ્યાએ વરસાદી પાણી વધુ ભરાય છે, ત્યાં સ્થાનિક તંત્રને પ્રી મોન્સૂન કામગીરી કરવાની સૂચના રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. આ કામગીરી તાત્કાલિક પૂરી થાય અને સૂચના બાદ કેટલી કામગીરી પૂર્ણ થઈ છે તેનો પણ રિપોર્ટ પણ રજૂ કરવામાં આવશે

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર લાઈવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ