આનંદો, જુઓ ગુજરાત સરકારે કેટલું વધાર્યું મોંઘવારી ભથ્થું

0
153

ગુજરાત સરકારના કર્મચારી-પેન્શનર્સ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તા ૦૧-૦૭-૨૦૨૨થી ચાર ટકા અને તા ૦૧-૦૧-૨૦૨૩થી ચાર ટકાનો વધારો આપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે. સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનર્સ મળી ૯.૩૮ લાખ લોકોને આનો લાભ મળશે. તા-૦૧-૦૭-૨૦૨૨થી મળવાપાત્ર થતા મોંઘવારી ભથ્થાના તથા તા-૦૧-૦૧-૨૦૨૩થી મળવાપાત્ર થતા હપ્તાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે.  પ્રથમ હપ્તો જૂન-૨૦૨૩, બીજો હપ્તો ઓગષ્ટ-૨૦૨૩ તેમજ ત્રીજો હપ્તો ઓક્ટોબર-૨૦૨૩ માસના પગાર સાથે અપાશે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા ૪,૫૧૬ કરોડનું નાણાકીય ભારણ વધશે.