નીરજ ચોપરાએ વધારી દેશની શાન

0
356

ગોલ્ડન બોય નીરજ ચોપરાએ દેશની શાન વધારી છે.ટોક્યો ઓલમ્પિકમાં જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ મેળવનાર નીરજ હવે વિશ્વનો નંબર વન જેવલિન થ્રોઅર બની ગયો છે.અહિયાં સુધી પહોંચનાર નીરજ ભારતનો એકમાત્ર ખિલાડી છે. વર્લ્ડ એથ્લેટિક ફેડરેશને જાહેર કરેલા રેન્કિંગ અનુસાર નીરજ ૧૪૫૫ અંક સાથે પ્રથમ ક્રમાંક પર છે. પાડોશી દેશ પાકિસ્તાનનો થ્રોઅર અરશદ નદીમ રેન્કિંગમાં પાંચમા સ્થાને રહ્યો. નદીમે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજ ચોપરા ઈજાના કારણે તેમાં ભાગ લઈ શક્યો ન હતો. જ્યારે, ભારતનો રોહિત યાદવ 15માં અને ડીપી મનુ 17માં સ્થાન સાથે ટોપ-20માં સામેલ છે.

ચોપરા

નીરજ ચોપરા છેલ્લા આઠ મહિનાથી હતા દ્વિતીય ક્રમે

30 ઓગસ્ટ, ૨૦૨૨ના રોજથી નીરજ ચોપરા રેન્કિંગમાં બીજા ક્રમ પર હતો. નીરજ ચોપરામાં પાંચ મેના રોજ દોહા ખાતે ગોલ્ડ મેડલ જીત્યો હતો .નીરજે ગત વર્ષે યુએસમાં યુજીન વર્લ્ડ એથ્લેટિકસ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેલડ જીત્યો હતો.

વીઆર લાઈવની વેબસાઈટ પર વધુ માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો, યુટ્યુબ પર માહિતી મેળવવા માટે અહિયાં ક્લિક કરો