હરિયાણામાં ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા દીપેન્દ્રસિંહ હુડ્ડાનું મોટું એલાન

0
176

વર્ષ ૨૦૨૪માં લોકસભાની ચૂંટણીની સાથે સાથે હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. જેને લઈને તમામ રાજકીય પક્ષોએ કમર કસી લીધી છે. તે વચ્ચે કોંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ દીપેન્દ્રસિંહ હુડ્ડાએ હરિયાણામાં એક જનસભાને સંબોધન કરતા જણાવ્યું છે કે, “જો વર્ષ ૨૦૨૪માં હરિયાણામાં કોંગ્રેસની સરકાર બનશે તો રૂપિયા ૫૦૦માં એલપીજી સિલેન્ડર અને ૩૦૦ યુનિટ મફત વીજળી આપવામાં આવશે. આ ઉપરાંત, ૨ લાખ ખાલી પડેલા સરકારી પદો પર નોકરીની પણ જાહેરાત કરીશું. વૃદ્ધાવસ્થા પેન્શન દર મહિને વધારીને 6 હજાર રૂપિયા કરવાની સાથે સાથે જૂની પેન્શન યોજના પણ લાગુ કરીશું. ગરીબ પરિવારોને 100-100 યાર્ડના મફત પ્લોટ આપવામાં આવશે.” હુડ્ડાની આ જાહેરાત બાદ રાજકીય ગલીયારામાં ખળભળાટ મચી ગયો છે. અનેક લોકો આ મુદ્દે ચર્ચા પણ કરી રહ્યા છે.