HomeDeshઆઈપીએલ ૨૦૨૩માં દરેકના દિલ જીતનારા KKRના ખેલાડી રીંકુસિંહનું નિવેદન

આઈપીએલ ૨૦૨૩માં દરેકના દિલ જીતનારા KKRના ખેલાડી રીંકુસિંહનું નિવેદન

IPL 2023માં ઘણા બધા એવા ખેલાડીઓ મળી આવ્યા છે કે જેમને તમામ લોકોના દિલ જીતી લીધા છે. આ ક્રિકેટર્સમાં કોલક્ત્તા નાઈટ રાઈડર્સના શાનદાર બેટ્સમેન રીંકુસિંહ પણ સામેલ છે. રીંકુસિંહે ગુજરાત સામે સ્કોર ચેઝ કરતી વખતે છેલ્લી ઓવરમાં ૫ બોલમાં ૫ સિક્સર ફટકારીને કોલક્ત્તાને શાનદાર વિજય અપાવ્યો હતો. આવી અનેક શાનદાર ઇનિંગ આ વખતની સીઝનમાં રીંકુસિંહે રમી છે. આ અંગે હવે રીંકુએ કહ્યું છે કે, “જ્યારે સિઝન આટલી સારી રીતે ચાલે છે, ત્યારે વ્યક્તિને સારું લાગે છે પણ હું ભારતીય ટીમ માટે પસંદગી અંગે વિચારી રહ્યો નથી. હું મારી દિનચર્યાને વળગી રહીશ, મારી પ્રેક્ટિસ ચાલુ રાખીશ. નામ અને પ્રસિદ્ધિ હશે પણ હું મારું કામ કરતો રહીશ” આપને જણાવી દઈએ કે,રીંકુએ આ સિઝનમાં ચાર અર્ધસદી અને 149.53ના પ્રભાવશાળી સ્ટ્રાઈક રેટ સાથે 474 રન બનાવ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments