જી-૭ દેશો પર ભડક્યા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગ

0
182

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગે જી-7 દેશો પર પલટવાર કરતા કહ્યું છે કે, “જે દેશો પરમાણુ હથિયારોને લઈને ચીનની નિંદા કરી રહ્યા છે તેમની પોતાની પાસે 5000 કરતા વધારે પરમાણુ હથિયારો છે, જ્યારે અમારી પાસે તો માત્ર 300 જ ન્યુક્લિયર વેપન્સ છે. આ આંકડો જી-7 દેશો કરતા ક્યાંય ઓછો છે. અને અમે પહેલા જ નિર્ણય કરેલો છે કે પરમાણુ હથિયારોનો પહેલો ઉપયોગ અમે ક્યારેય નહીં કરીએ.” આપને જણાવી દઈએ કે, જી-૭ દેશોની બેઠકમાં સામેલ  અમેરિકા, ફ્રાંસ, બ્રિટન, ઈટાલી, જર્મની, કેનેડા અને જાપાને રશિયા, ઈરાન, ચીન તેમજ ઉત્તર કોરિયાને પરમાણુ હથિયારોની સંખ્યા નહીં વધારવા માટે અપીલ કરી હતી.