આંદામાન-નિકોબારમાં ચોમાસાએ દસ્તક દીધી

0
276

હવામાન વિભાગે ચોમાસાને લઈને મહત્વની જાણકારી આપી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આંદામાન-નિકોબારમાં ચોમાસુ દસ્તક દઈ ચૂક્યું છે. સામાન્ય રીતે ચોમાસું 16-17 મેની આસપાસ આંદામાન પહોંચતું હોય છે, પરંતુ આ વખતે તે અહીં ત્રણ દિવસ મોડું પહોંચી રહ્યું છે અને આ કારણોસર તે કેરળમાં પણ મોડું પહોંચશે, જ્યાં તે 1 જૂનને બદલે 4 જૂને પહોંચશે. આંદામાન અને કેરળમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આ વખતે વર્ષે 96 ટકા વરસાદ થઈ શકે છે, જે સામાન્ય વરસાદ છે.  મધ્ય પ્રદેશ, આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને તેથી એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.