યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

0
158

જાપાનમાં યોજાઈ રહેલી જી-૭ની સમિટમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા છે. આ બેઠકમાં પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન પણ એકબીજાને મળ્યા હતા અને એકબીજાને ભેટી પડ્યા હતા. જેને જોઇને ત્યાં હાજર અન્ય દેશોના નેતાઓ પણ ચોંકી ઉઠ્યા હતા. બન્ને નેતાઓ વચ્ચે થોડી વાતચિત પણ થઇ હતી. આ ઉપરાંત પીએમ મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને પણ મળ્યા હતા. જ્યાં તેઓએ કહ્યું હતું કે, “રશિયા યુક્રેન યુદ્ધ એ મારા માટે રાજકીય મુદ્દો નથી. આ મુદ્દો મારા માટે માનવીય મૂલ્યોનો મુદ્દો છે. આ યુદ્ધને લઈને ભારતીય વિદ્યાર્થીઓએ મને આપવીતી કહી હતી.” આપને જણાવી દઈએ કે, પીએમ મોદી આ સંમેલન માટે 21 મે સુધી જાપાનમાં રોકાવાના છે. ત્યારબાદ અન્ય એક વૈશ્વિક સંમેલનમાં ભાગ લેવા માટે તેઓ પાપુઆ ન્યૂ ગિની જવાના છે.