ખંભાત : બામણવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ચાલુ દિવસે પણ ખંભાતી તાળા

0
166

ડોક્ટર અને કર્મચારીઓ બેફામ હોવાથી લોકોમાં રોષ

ગ્રામ્ય વિસ્તારમાં લોકોને આરોગ્ય સુવિધા સારી મળી રહે તે માટે સરકારે વસ્તીના આધારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉભા કરેલા છે, જેથી સામાન્ય લોકોને નજીક અને મફત સુવિધા મળી રહે. જોકે સરકારના આ હેતુ પર લોકોના ટેક્ષમાંથી પગાર મેળવતા કર્મચારીઓ જ પાણી ફેરવી દેતા હોય છે. ખંભાત તાલુકાના બામણવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોકટર બપોરે દરવાજો બંધ કરી આરામ ફરમાવતા હોય છે. આ દરવાજો બંધ જોઇને દર્દી પાછા વળી જાય છે. જ્યારે શનિવારે ચાલુ દિવસ હોવા છતાં બપોર બાદ ખંભાતી તાળા મારી ડોકટર અને કર્મચારીઓ જતા રહે છે. જેથી સ્થાનિક લોકોમાં રોષ છવાયો છે. હવે જવાબદારો સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ? તે જોવાનું રહ્યું.