SC/ST એક્ટને લઇ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચૂકાદો

0
40

સુપ્રીમ કોર્ટે મહત્વનો ચૂકાદો આપતા કહ્યું છે કે, “SC/ST એક્ટ 1989ની જોગવાઈ મુજબ કોઈ વ્યક્તિની વિરુદ્ધમાં કેસ ચલાવવા પહેલા ચાર્જશીટમાં એ શબ્દોનો ઉલ્લેખ પણ જરૂરી છે જે આરોપીએ લોકોની સમક્ષ ઉચ્ચાર્યા હોય. તેનાથી કોર્ટને ખબર પડશે કે તે SC/ST એક્ટ અંતર્ગત ગુનો બને છે કે નહીં.” અનુસૂચિત જાતિ/જનજાતિની સામે અભદ્ર ભાષા ઉચ્ચારનારા વ્યક્તિની સામે ચાલી રહેલા કેસ દરમિયાન સુપ્રિમ કોર્ટે સુનાવણી દરમિયાન કેટલીક વાતોની સ્પષ્ટતા કરી હતી. કોર્ટે વધુમાં કહ્યું હતું કે, “જો જાતિગત ટિપ્પણી ન કરી હોય તો આ એક્ટ અંતર્ગત કેસ બનતો નથી. માત્ર અભદ્ર ભાષા કહેવાથી આ એક્ટ ન લાગે”