ગુજરાતને લઈને હવામાન વિભાગની આગાહી

0
131

હવામાન વિભાગે ગુજરાતને લઈને નવી આગાહી કરી છે. જે મુજબ, આગામી 3 દિવસ ગરમીમાં થોડો વધારો ઘટાડો થવાની શક્યતાઓ છે. જે વચ્ચે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કારણ કે, આગામી ૪ દિવસ માટે અમદાવાદમાં પારો ૪૧ ડિગ્રીને આસપાસ રહી શકે છે.  હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. આગ ઓકતી ગરમી સામે અમદાવાદવાસીઓ ત્રાહીમામ પોકારી ચૂક્યા છે. અમદાવાદમાં ગરમીના કારણે 13 દિવસમાં 590 લોકો બેભાન થયાની ઘટના સામે આવી હતી. જેને કારણે 108  ઇમરજન્સી કેસમાં વધારો થયો છે. માત્ર 2 અઠવાડિયામાં 9557 ઈમરજન્સી કેસ નોંધાયા હતા. જ્યારે સમગ્ર રાજ્યની વાત કરીએ તો ગરમીના કારણે  13 દિવસમાં 2 હજારથી વધુ લોકો બેભાન થયા હતા.