HomeAhmedabadAMC મલ્ટિલેવલ પાર્કિંગના ભોંયરામાંથી મળી આવ્યો દારુનો જથ્થો!

AMC મલ્ટિલેવલ પાર્કિંગના ભોંયરામાંથી મળી આવ્યો દારુનો જથ્થો!

ગુજરાતમાં બુટલેગરો દારુનું વેંચાણ કરવા માટે અલગ અલગ પેંતરા અજમાવતા હોય છે, તે વચ્ચે બુટલેગરોના દારુ ઘૂસાડવાના નવા પેંતરાનો પર્દાફાશ થયો છે. આ નવી મોડસ ઓપરેન્ડી મુજબ, પાર્કિગમાં પાર્ક કરેલ ગાડીઓની અંદર દારૂનું વેચાણ કરાતું હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ શહેરના નવરંગપુરામાં આવેલા AMC મલ્ટિલેવલ પાર્કિંગના ભોંયરામાંથી બિનવારસી હાલતમાં પડેલી 5 વૈભવી ગાડીમાંથી દારૂ-બીયરની ૧૦૦૦થી વધુ બોટલો પકડાઈ છે. બુટલેગર કુંતલ ભટ્ટ, મુત્લીફ કાળીયો અને આશિષકુમાર પરમારે 5 ગાડીમાં દારૂ ભરીને નવરંગપુરા મલ્ટિલેવલ પાર્કિંગમાં મુકી રાખી હોવાની પોલીસને બાતમી મળી હતી. જેને ધ્યાને રાખીને પોલીસે દરોડા પાડીને ભોંયરામાંથી પાર્ક કરેલી 5 ગાડીઓ ઝબ્બે કરી હતી. જેમાંથી દારૂની 918 બોટલ અને બીયરના 96 ટીન મળ્યા હતા. આમ દારૂ-બિયરનો જથ્થો તેમજ 5 કાર મળીને કુલ રૂ.76.33 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. હાલમાં આ મામલે તપાસનો ધમધમાટ ચાલુ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments