કેન્દ્ર સરકારે ક્રૂડ ઓઈલને લઈને મોટો નિર્ણય લીધો

0
278

વિન્ડફોલ ટેક્સ ઘટાડીને શૂન્ય કરી દેવાયો

કેન્દ્ર સરકારે ક્રૂડ ઓઈલને લઈને મોટો નિર્ણય લીધો છે. સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પરનો વિન્ડફોલ ટેક્સ ઘટાડીને શૂન્ય કરી દીધો છે. આ ઉપરાંત, ડિઝલ અને એવિએશન ફ્યુઅલની નિકાસ પર આ ટેક્સનો શૂન્ય દર ચાલુ રાખવામાં આવ્યો છે. સરકારે ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન જેવી કંપનીઝ દ્વારા ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પરની સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટી ઘટાડીને રૂ. 4,100 પ્રતિ ટન કરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 75 ડોલર પ્રતિ બેરલના સ્તરે આવી ગઈ છે, ત્યારબાદ વિન્ડફોલ પ્રોફિટ ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે.