રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે સોમવારે કર્ણાટક ચૂંટણીમાં ભાજપની હાર પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે કર્ણાટકની ચૂંટણીમાંથી શીખવા મળેલ બોધપાઠ એ છે કે તમે હંમેશા એક જ પ્રોડક્ટ વેચી શકતા નથી. સિબ્બલે કહ્યું કે તમે હંમેશા જુઠ્ઠું બોલીને અને સાંપ્રદાયિક કાર્ડ રમીને ચૂંટણી જીતી શકતા નથી. જણાવી દઈએ કે કપિલ સિબ્બલ છેલ્લા કેટલક સમયથી સતત ભાજપની ટીકા કરી રહ્યાં છે.