મધ્ય પ્રદેશની ધરતી પર આતંક માટે કોઈ જગ્યા નથી
મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છેકે મધ્ય પ્રદેશમાં આતંક અને તેમના ટેકેદારો માટે કોઈ સ્થાન નથી અને તેમની દરેક હરકત પર કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે સીમીના નેટવર્કનો સફાયો અમે કર્યો છે અને ચંબલ પણ ડાકુઓના આતંકથી મુક્ત બન્યું છે.
નકસલવાદ મધ્ય પ્રદેશની સીમાઓ ઓળંગીને પ્રવેશી શક્યો નથી. કટ્ટર પંથી વિચારધારાને અહી કોઈ જગ્યા નથી અને અમારી એટીએસ કડક કાર્યવાહી આ પહેલા પણ કરતી હતી અને અત્યારે પણ કરી રહી છે.
અહી ઉલ્લેખનીય છેકે આ વિવેદન ધ કેરાલા સ્ટોરી ફિલ્મ અને ભારતીય છોકરીઓના ધર્માંતરણ મુદ્દે જે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે શિવરાજ સિંહ ચૌહાણનું નિવેદન આવ્યું છે.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર. લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ