પ.બંગાળના સીએમ મમતા બેનર્જીએ કર્ણાટકની જનતાને અભિનંદન પાઠવ્યા

0
314

પરિવર્તનના પક્ષમાં નિર્ણાયક જનાદેશ માટે કર્ણાટકની જનતાને સલામ : સીએમ બેનર્જી

કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસે પ્રચંડ બહુમતિ મેળવીને ભાજપને કારમો પરાજય આપ્યો છે. જેને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે, “પરિવર્તનના પક્ષમાં નિર્ણાયક જનાદેશ માટે કર્ણાટકની જનતાને મારી સલામ. ક્રૂર સરમુખત્યારશાહી અને બહુમતિવાદી રાજકારણ પરાજિત થયું છે, જ્યારે લોકો બહુમતિ અને લોકતાંત્રિક શક્તિઓને જીતવા માંગે છે ત્યારે પ્રભુત્વ મેળવવા માટેની કોઈ પણ કેન્દ્રીય ડિઝાઈન તેની સહજતાને દબાવી ન શકે. આ કહાનીની નૈતિકતા આવતી કાલ માટે એક પાઠ છે.”