HomeGujaratસુરત : છેડતીના કિસ્સામાં સ્થાનિકોએ યુવકને જોરદાર પાઠ ભણાવ્યો

સુરત : છેડતીના કિસ્સામાં સ્થાનિકોએ યુવકને જોરદાર પાઠ ભણાવ્યો

છેડતી કરનાર યુવકનું લોકોએ અડધું માથું મુંડી નાખ્યું

પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી

સુરતના કામરેજમાં સગીરાની છેડતીના એક કિસ્સામાં સ્થાનિકોએ યુવકને જોરદાર પાઠ ભણાવ્યો હતો. છેડતી કરનાર યુવકનું લોકોએ ભેગા મળીને અડધું માથું મુંડી નાખ્યું હતું. હાલમાં આ ઘટના ખૂબ જ ચર્ચાનો વિષય બની છે. સ્થાનિકોનું કહેવું છે કે, આમ કરવાથી આવી વિચારસરણી ધરાવતા લોકો આ કૃત્ય કરતા પહેલા હજાર વખત વિચારશે.  આ સમગ્ર ઘટનાનો વિડીયો વાઇરલ થયો હતો. લોકોએ યુવકને પકડી ઘટનાની જાણ કામરેજ પોલીસને કરી હતી. કામરેજ પોલીસે સ્થળ પર પહોંચી યુવકની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments