તલાટીની પરીક્ષાની આન્સર કી મંગવારે મુકાશે

0
166

હસમુખ પટેલે ટ્વીટ કરીને આપી માહિતી

ગુજરાતમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઇ છે અને આ પરીક્ષાની આન્સર કી મંગળવારે જાહેર કરવામાં આવશે. પંચાયત પસંદગી મંડળના કાર્યકારી અધ્યક્ષ હસમુખ પટેલે આ અંગેની જાણકારી હતી.

આ પરીક્ષા આપનારા ઉમેદવારોએ ગઈકાલે વ્યવસ્થાને લઈને વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને ગુજરાત સરકારનો આભાર પણ માન્યો હતો. છેલ્લા ઘણા વર્ષોથી પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવી રહી હતી અને ત્યાર બાદ પરીક્ષા આપનારા ઉમેદવારો નિરાશ થયા હતા પરંતુ ગઈ કાલે યોજેલી પરીક્ષામાં કોઈ ગેરરીતિ સામે આવી નથી ત્યારે તંત્ર પણ કસોટીમાં પાર ઉતર્યું હતું.

ગઈકાલે રાજ્યભરમાં તલાટી -કમ મંત્રીની પરીક્ષા યોજાઈ હતી અને   8.65 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી . રાજ્યના તમામ કેન્દ્રોમાં ઉમેદવારો સમયસર પહોંચ્યા હતા.

તલાટીની પરીક્ષાને લઈને તમામ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ હતું. રાજ્યભરમાં વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ જિલ્લામાં પરીક્ષા આપવા માટે ઉમેદવારો માટે દરેક જિલ્લાઓમાં વધારાની બસો નિગમ દ્વારા દોડાવવાની સંપૂર્ણ તૈયારી કરાઈ હતી.

અહી ઉલ્લેખનીય છેકે 30 જિલ્લા ના 2694 સેન્ટર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યભરના ઉમેદવારોને મોબાઈલ સહિતની પ્રતિબંધિત સામગ્રી વર્ગખંડમાં લઇ જવા દેવામાં આવી ન હતી.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઈવ

સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ