ભરુચમાં ખેડુતોએ કેમ કર્યો હોબાળો

0
168

ભરુચમાં એક્સપ્રેસ વેની કામગીરી શરુ કરતા ખેડુતોએ હોબાળો ક્યો હતો, જેને લઇને તંત્ર સાબદુ બન્યુ હતુંભરુચ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો સુરત, વલસાડ અને નવસારી જિલ્લાના ખેડૂતોને આપયેલું વળતર માંગી રહ્યાં છે. જ્યારે નેશનલ હાઇવે ઓથોરિટીએ તે આપવામાં આનાકાની કરી છે તેવો આરોપ છે,. આરબીટ્રેટરના એવોર્ડને પણ હાઇવે ઓથોરિટીએ કોર્ટમાં પડકાર્યો હતો.બીજી તરફ હાંસોટના ઘોડાદરામાં નેશનલ હાઇવે ઓથોરિટી પોલીસ બળ સાથે ખેતરોમાં ઘૂસતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. હાઇવે ઓથોરિટીએ પોલીસના જોરે જબરજસ્તીથી કામગીરી શરૂ કરી હોવાનો ખેડૂતોએ રોષ ઠાલવ્યો હતો.તમને જણાવી દઇએ કે ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ વે 4 તાલુકાના 27 ગામોમાંથી પસાર થાય છે. નર્મદા નદી ઉપર ક્યારનો 8 લેન એકસ્ટ્રા ડોર કેબલ બ્રિજ બનીને તૈયાર છે. અંકલેશ્વરથી આગળ સુરત વચ્ચે માત્ર 2 થી 3 કિમીની કામગીરી જમીન સંપાદનના વલતરને લઈ ઘોચમાં પડી હોવાથી એક્સપ્રેસ વે હાલ અટકી ગયો છે

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ