AMCની રિવ્યુ કમિટીની બેઠક મળી

0
178

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બજેટ રિવ્યુ કમિટીની બેઠક મળી હતી.જેમાં વર્ષ 2021–22, 2022 -23 ,અને 2023-24ના બજેટના વિકાસ કામોની પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.મેયર તેમજ મ્યુનિસિપલ કમિશનર તેમજ સ્ટેન્ડિંગ ચેરમેનના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં વર્ષ 2023-24ના વર્ષના 473 કરોડના સુધારા બજેટ અંગેના કામોની પણ ચર્ચા થઈ હતી. વર્ષ 2023 -24ના વર્ષના બજેટ કામો અંગે હવે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.વર્ષ 2022- 23ના 95 ટકા કામો પુરા થયા હોવાની વાત સ્ટેન્ડિંગ ચેરમેન જણાવ્યું હતું. 130 કરોડના ખર્ચે ગોતા ગોધવી કેનાલની ત્રણ ટેન્ડર પ્રક્રિયા પુરી કરી કામ સોપવામાં આવ્યુ છે. વર્ષ 2022-23ના  6 બ્રિજના  કામોમાંથી ત્રણ બ્રિજની ટેન્ડર પ્રક્રિયા પુરી કરવામાં આવી.જેમાં વાડજ, સતાધાર અને નરોડાના બ્રિજનું કામ શરૂ થશે. 62 જેટલી સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવી છે .દરેક ઝોનમાં બે વાઈટ ટોપિંગ રોડના કામો હાથ ઉપર લેવામાં આવશે.7 કરોડના ખર્ચે જગન્નાથ મંદિર રૂટ પર ફૂટપાથ અને રોડના કામો મધ્ય ઝોન તેમજ ઉત્તર ઝોનમાં કામ શરૂ થશે.વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ