તાજિકિસ્તાનમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા

0
177

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૫.૧, કોઇપણ જાનહાનિ નહીં

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ માહિતી આપતા જણાવ્યું છે કે, “તાજિકિસ્તાનમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૧ માપવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, આ ભૂકંપના કારણે હજુ સુધી કોઈપણ પ્રકારની જાનહાનિ થઇ હોવાના અહેવાલ નથી. મહત્વનું છે કે, આ અગાઉ જમ્મૂ-કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત, નેપાળમાં પણ 28 એપ્રિલે બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા અનુક્રમે  4.8 અને 5.9 નોંધવામાં આવી હતી.