HomeGujaratઆગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી

આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી

ખેડૂતો પર સંકટના વાદળ ઘેરાયેલા રહેશે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડશે.આગામી બે થી ત્રણ દિવસ ઓછો વરસાદ રહેશે.ત્યાર બાદ 4 થી 5 મે વરસાદ પડશે.અમદાવાદ,ગાંધીનગર ,મહેસાણા સાબરકાંઠા,  બનાસકાંઠા,  પાટણમાં વરસાદ રહેશે. સૌરાટ્રમાં જામનગર દ્વારકા,  રાજકોટ,  સુરેન્દ્રનગર,  ભાવનગરમાં કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સ સક્રિય થવાને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીએ ખેડૂતોની ચિતામાં વધારો કર્યો છે.વધુ સમાચારો માટે જોતા રહો વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments