હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

0
162

ગુજરાતમાં ૫ મે સુધી વરસાદી માહોલ રહેવાની વકી

૨૫ મેથી ૧૦ જૂન, સૌરાષ્ટ્ર-દ.ગુજરાતના દરિયા કાંઠે ભારે વરસાદની વકી

ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું પડ્યું છે. હવામાન વિભાગે હજુ પણ ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. માવઠાના કારણે જગતના તાતને રોવાનો વારો આવ્યો છે. મરચા, ડુંગળી, મગ અને અડદ સહીતના પાક પલળી જતા ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે. તે વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે મે મહિનામાં પણ વાતાવરણમાં મોટા પલટાની આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે, “ગુજરાતમાં ૫ મે સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. આ ઉપરાંત, મે મહિનામાં વાવાઝોડાની પણ શક્યતા છે.” વધુમાં તેમણે કહ્યું છે કે, “બંગાળના ઉપસાગરમાં ૧૦થી ૧૮ મે વચ્ચે ચક્રવાત આવશે, જ્યારે ૨૫ મે થી ૧૦ જૂન વચ્ચે અરબ સાગરમાં ચક્રવાત આવશે, જેથી દરિયા કાંઠે આવેલા વિસ્તારોમાં માવઠું પડી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. કચ્છમાં પણ આ સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના છે.”