શુ જગદીશ ઠાકોર ગુજરાત કોંગ્રેસના બહાદુર શાહ જફર સાબિત થશે !

0
172

તમને યાદ છે બહાદુર શાહ જફર,, મુઘલ કાલના અંતિમ શાષક હતા,,તમને થશે કે અત્યારે આ ચર્ચા કેમ તો તમને બતાવીએ હાલ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરની હાલત એવીજ છે,, કારણ કે તેમના કાર્યકાળમાં કોંગ્રેસના ધારાસભ્યો 77થી 17 ઉપર પહોચી ગયા, અને પક્ષની અંદર આતરિક ડખા ચરમ સીમાએ છે,,જેને લઇને ન તો તેઓ પક્ષને મજબુત કરી શકવાની સ્થિતિમાં છે,,ને કોંગ્રેસને ચૂંટણીમાં જીત અપાવવાની સ્થિતિમાં ,,,જોઇએ આ રિપોર્ટ

જગદીશ ઠાકોર ઉપર કાર્યકર્તાઓનુ વિશ્વાસ ઘટ્યું

ગુજરાત કોંગ્રેસ અને તેમના કાર્યકર્તાઓની સ્થિતિ ન રહેવાય ન સહેવાય તેવી સ્થિતિમાં છે, પણ સૌથી સ્થિતિ જો બગડી હોય તો તે કોંગ્રેસના ઠાકોર દિગ્ગજ નેતા જગદીશ ભાઇ ઠાકોરની અધ્યક્ષતામાં,, હાલ કોંગ્રેસને બચાવવા માટે કેન્દ્રિય સ્તરથી પ્રયત્ન થતા હોય તેમ પણ લાગતું નથી, કારણ છે જગદીશ ઠાકોર અને પક્ષના સિનિયર કાર્યકર્તાઓ વચ્ચે મનમેળનો અભાવ, થોડા સમય પહેલાજ કેટલાક ધારાસભ્યો અને સિનિયર આગેવાનો તેમની ફરિયાદ પણ કરી હતી, જ્યારથી તેમને ગુજરાત કોંગ્રેસનુ સુકાન સંભાળ્યુ છે ત્યારથી સતત કોંગ્રેસના સિનિયર નેતાઓ તો તુટી રહ્યા છે, પણ ધારાસભ્યોમા પણ તેમના નેતૃત્વમાં વિશ્વાસ રહ્યો નથી,

જગદીશ ઠાકોરની કાર્યશૈલી સામે સવાલો

કોંગ્રેસના સિનિયર નેતાઓ માને છે કે  જગદીશ ઠાકોર પક્ષને સુબાની જેમ ચલાવવા માંગે છે,,કોઇ નેતાની વાત સાંભળતા નથી, વિધાનસભાની ટિકિટોની વહેચણીથી માંડી સંગઠનમાં નિમણુંકનો લઇને તેમનો નિર્ણય ઠોકી બેસાડવામા આવ્યો હતો, જેના કારણે કાર્યકર્તાઓમાં તો નારાજગી હતી પણ સિનિયર આગેવાનો પણ કોંગ્રેસ સાથે દુર થયા હતા, જેમાં સૌથી મોટુ નુકશાન નરેશ પટેલને લઇને થયુ હોવાનું માનવામાં આવે છે,

જગદીશ ઠાકોરના કારણે સંગઠન નબળું પડ્યું હવાના આરોપ

જગદીશ ઠાકોરને લઇને સંગઠનના સુત્રો માને છે કે સરકાર સામે આંદોલન માટે તેમની પાસે કોઇ રોડ મેપ નથી, સરકારને કઇ રીતે ઘેરવી તેને લઇને કોઇ યોજના નથી, જ્યારે પણ બેઠકો થાય છે ત્યારે માત્ર તેમના નજીકના નેતાઓ કહો કે મળતીયાઓ તેઓ તેમના ઉપરજ વિશ્વાસ કરે છે, સંગઠનને મજબુત કરવા માટે કોઇ ડ્રાઇવ ચલાવાઇ નથી, તે સિવાય વિવિધ પાંખો સાથે યોગ્ય કોર્ડિનેશનનો અભાવ પણ રહે છે. નિયમિત બેઠકોનો અભાવ પાર્ટી સતત કમજોર થઇ રહી છે,

જનતાના મુદ્દાઓ ઉઠાવવામાં જગદીશ ઠાકોર અક્ષમ

જગદીશ  ઠાકોર કહો કે પછી તેમના થિંક ટેંક,, કોગ્રેસ સતત જનતા અને મતદારોથી દુર થઇ રહી છે,મોંધવારી હોય, બેરોજગારી, મહિલાઓના પ્રશ્નો, ગેસ સિલિન્ડરના વધતા ભાવ  હોય, વધતા અપરાધ અને ખેડુતો જેવા અનેક મુદ્દાઓને જનતા સુધી પહોચાડવામાં જગદીશ ઠાકોરની આગેવાનીમાં કોંગ્રેસ નિષ્ફળ નિવડી છે, કોગ્રેસ જનતા અને મતદારોને પોતાની સાથે જોડવામાં અક્ષમ સાબિત થઇ છે,,

આગામી ચૂંટણી માટે કોગ્રેસ પાસે નથી કોઇ રોડમેપ

વિધાનસભા ચૂંટણીમા કોંગ્રેસની એવી કારમી હાર થઇ છે કે 2017માં જે કોંગ્રેસે 77 બેઠકો જીતીને કાર્યકરોનું મનોબળ વધાર્યુ હતું, જે કોંગ્રેસ જગદીશ ઠાકોરના આગેવાનીમા 17 ઉપર સિમિત થઇ ગઇ, જેથી એક તરફ વિધાનસભાનું વિપક્ષ પદ પણ હાંસલ કરવાની સ્થિતિમાં ન રહી,, સાથે જેના માટે આંતરિક જુથવાદને પાર્ટીના સિનિયર નેતાઓ જવાબદાર ગણે છે, જેના કારણે કાર્યકરોનું મનોબળ ઘટી ગયું,

જગદીશ ઠાકોરની સ્થિતિ બહાદુર શાહ જફર જેવુ થશે !

ગુજરાતના રાજકીય પંડિતો માને છે કે જે રીતે જગદીશ ઠાકોર ગુજરાત કોંગ્રેસ ચલાવી રહ્યા છે,,તેનાથી લાગે છે કે હવે તેઓ અંતિમ પ્રમુખ બની રહેશે, એટલે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી એટલે કે રાજીવ ગાંધી ભવનને તાંળુ મારવાનો વારો આવશે, કારણ કે સરકાર બનાવવાની સ્થિતિમાં કોગ્રેસ ક્યારેય આવી નહી શકે,, અને સંગઠન તુટતું બચાવવાની જગદીશ ઠાકોરની ક્ષમતા નથી, કારણ કે જે રીતે મુઘલ કાળના અંતિમ શાષક એટલે કે બહાદુર શાહ હતા, તેવી જ રીતે જગદીશ ભાઇ ઠાકોરની સ્થિતિ થશે કે પછી ઇતિહાસ પોતાને પરિવર્તિત કરશે