HomeUncategorizedસિટી બસચાલકની ઘોર બેદરકારી

સિટી બસચાલકની ઘોર બેદરકારી

સુરત શહેરમાં અકસ્માતના બનાવો વારંવાર બનતા રહે છે. તેમજ ભૂતકાળમાં પણ સિટી બસ ચાલકોએ લોકોને અડફેટે લીધા બાદ મોત થયાની ઘણી ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે. ત્યારે સુરત સિટી બસનો એક વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં સિટી બસનો ચાલક ફૂલ સ્પીડમાં રોંગ સાઈડમાં બસ ચલાવતો જોવા મળી રહ્યો છે. ત્યારે રોંગ સાઈડમાં પણ વાહનો પુરપાટે આવતા જોવા મળે છે ત્યારે જો આ સમય કોઈ પણ રીતે ગંભીર અકસ્માત થાય તો જવાબદાર કોણ ? તો હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકો પાલિકાના સિટી બસ સેવાની સામે અનેક પ્રકારના સવાલ ઉઠાવી આગળ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે વધુ માહિતી માટે જોતા રહો વી આર લાઈવ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments