HomeDeshસુડાનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા ઓપરેશન કાવેરી શરુ

સુડાનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા ઓપરેશન કાવેરી શરુ

કેન્દ્રીય વિદેશ મંત્રી ડો. એસ જયશંકરે જાણકારી આપી છે કે, “સુડાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પાછા લાવવા માટે ઓપરેશન કાવેરી ચાલી રહ્યું છે. લગભગ 500 જેટલા ભારતીયો સુડાન પહોંચી ગયા છે, જ્યારે અન્ય લોકો માર્ગ પર છે.ભારતીય જહાજો અને વિમાન તેમને સ્વદેશ પરત લાવવા માટે તૈયાર છે. અમે સુડાનમાં અમારા તમામ ભાઈઓને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છીએ.” મહત્વનું છે કે, સુડાનમાં હાલમાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં 400થી વધુ લોકોના મોત પણ થયા છે. આ ઉપરાંત, ૩૦૦૦થી વધુ ભારતીય નાગરીકો સુડાનમાં ફસાયા છે. ફ્રાંસની વાયુસેનાએ પણ અત્યાર સુધીમાં પાંચ ભારતીય નાગરિકોને બહાર કાઢ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments