કાનની બહેરાશ કે કાનના કોઇપણ રોગને રોકવાની રીત જાણીશું આજે ઓફબીટના શો આરોગ્યમાં. આપણા શરીર માં પાંચ સ્પેશ્યલ ઇન્દ્રિયો છે આંખ કાન ચામડી જીભ નાક અને કાન. કાન એ આપણા શરીરનું અમુલ્ય અંગ છે આ શ્રવણશક્તિ જો કોઈ પણ વ્યક્તિ ગુમાવી બેસે તો તેને બહેરાશ આવી કહેવાય. બહેરાશને અત્યાર સુધી અવગણવામાં આવતી હતી, પણ આજે એવું નથી રહ્યું. કાનને લગતી સમસ્યાઓમાં બેદરકારી કરવી નહી આમ તો કાનના અનેક રોગો છે
પરતું આપણે બહેરાશ કેમ આવે છે?? કાનમાંથી રસી આવવી, કાન ના પડદામાં કાણું, હાડકી ચોંટી જવી, હાડકામાં સડો, જન્મજાત બહેરાશ, ધ્વની પ્રદુષણ, વારસાગત, મગજનો તાવ, જન્મ સમયે કમળો, અમુક દવાઓની આડઅસર, ઉમરના કારણે આવતી બહેરાશ જવાબદાર હોઈ શકે છે. કાનની તંદુરસ્તી જોખમાય તેમાનું એક કારણ છે ઘોંઘાટ. વધતી જતી વસ્તી, વાહન વ્યવહારના સાધનો , ગીચતા, ફેકટરીના યંત્રો, બાંધકામના સ્થળે થતો અવાજ, ફટાકડા, તહેવારો અને લગ્ન પ્રસંગોમાં લાઉડસ્પીકરો તથા આજની જનરેશન ની કાનમાં ઈયરફોન લગાવી ફોન પર વાત કરવી કે પછી ગીતો સાંભળવાની ટેવ થી ટીનીટસ, હાયપરક્યુસિસ અને સંપૂર્ણ બહેરાશ આવે છે.
કાન ત્રણ ભાગમાં વહેચાયેલો છે – બાહ્ય કર્ણ, મધ્ય કર્ણ અને અંત: કર્ણ તરીકે ઓળખાય છે.
અવાજના મોજા બાહ્ય કર્ણ દ્વારા ઝીલવામાં આવે છે. આ વેવ્ઝ કાનના પડદાને હલાવે છે જ્યાં તેની માત્રા વધે છે આ મધ્ય કર્ણના દ્વારા વધુ થઈ અંત:કર્ણના પ્રવાહીને મુવ કરે છે.જ્યાં તે ઇલેક્ટ્રિક વેવ્ઝ્ માં રૂપાંતરીત થઈ મગજ સુધી પહોંચે છે અને આપણે અવાજ સમજી શકીએ છીએ, આ અવાજની ગતિ માં ક્યાંય પણ ખામી આવે તો સાંભળવાની ક્ષમતા ઓછી થઈ જાય છે.
બહેરાશના ત્રણ પ્રકાર છે. – વાહક સાંભળવાની ખોટ – સંવેદનાત્મક સાંભળવાની ખોટ – મિશ્ર સાંભળવાની ખોટ.
કાનની બહેરાશ દુર કરવાના ઈલાજ
- કાનની કોઈ ખરાબીને લીધે નહીં પણ કુદરતી રીતે સાંભળવાની શક્તિ ઘટી ગઈ હોય તો સવાર, બપોર અને સાંજે દૂધમાં 1 નાની ચમચી વાટેલું જીરું નાખી પીવાથી લાભ થાય છે.
- સફેદ ડુંગળીનો તાજો રસ સહેજ હૂંફાળો ગરમ કરી કાનમાં બહુ થોડા પ્રમાણમાં નાંખવાથી સાધારણ બહેરાશ હોય તો તે દૂર થાય છે.
- તુલસીના પાનના રસને હળવું ગરમ કરીને ટીપું ટીપું કરીને કાનમાં નાખવાથી સાંભળવાની શક્તિ તેજ બની જાય છે અને બહેરાશ ઠીક થાય છે.
- સમભાગે હીંગ, સૂંઠ અને રાઈને પાણીમાં ઉકાળી બનાવેલા સહેજ ગરમ કાઢાનાં ચાર-પાંચ ટીપાં કાનમાં દિવસમાં ચારેક વખત નાખવાથી કાન ખુલી જઈ બહેરાશમાં ફાયદો થાય છે.
- સરસિયાના તેલમાં લસણની કળી ગરમ કરી એક બે ટીપાં સવાર સાંજ કાનમાં નાખવાથી કાનના દુઃખાવામાં ફાયદો થાય છે.
- આંકડાના પાનનો રસ ગરમ કરી કાનમાં નાખવાથી કાનની બહેરાશ મટે છે.
- ફુલાવેલા ટંકણખારને વાટીને કાનમાં નાખી ઉપરથી લીંબુના રસના ટીપાં નાખવાથી પરૂં નીકળતું બંધ થાય છે.
- તલના તેલમાં તુલસીનાં પાન નાખી ધીમા તાપે ગરમ કરવું. પાન બળી જાય ત્યારે તેલ ઉતારી ગાળી લેવું. આ તેલનાં બે ચાર ટીપાં કાનમાં નાખવાથી બધા જ પ્રકારનાં કાનનાં દર્દોમાં લાભ થાય છે.
- કાનની તકલીફ બહુ ગંભીર પ્રકારની ન હોય તો મધ અને તલનું તેલ સરખા ભાગે અને એ બેના વજનભાર આદુનો રસ એકરસ કરી, સહેજ સીંધવનો બારીક પાઉડર મિક્ષ કરી કાનમાં દરરોજ દિવસમાં ચાર પાંચ વખત ટીપાં મુકવાથી કાનની તકલીફો દૂર થાય છે.
- આંબાનો મોર ના ફુલ વાટી, દીવેલમાં ઉકાળી, ગાળીને એનાં ટીપાં કાનમાં નાખવાથી કાનના સણકા મટે છે.
કાનની સંભાળ કેવી રીતે રાખવી
- કાન ખોતરવા નહીં.
- કાનમાં ફુંક ન મારવી.
- ગાલ કે કાન પર થપ્પડ ન મારવી.
- માથા પર મારવું નહીં.
- ઘોંઘાટથી દુર રહેવું.
- નાના બાળકને સ્નાન કરાવતી વખતે કાનમાં પુમડાં ખોસવાં.
- સ્નાન કર્યા પછી ચોખ્ખા ટુવાલ વડે કાન લુછવા.
- નાનપણથી રોજ કાનમાં ગરમ તેલનાં ટીપાં નાખવાં
- ગરમ દવાનું અતીશય સેવન ન કરવું. ગરમ દવાના સેવન વખતે ૨ ગ્રામ ગળોસત્ત્વ મધ સાથે લેવું.
વધુ પડતું કાન ની તકલીફ હોય તો તમારી નજીક ના ઓડિયોલોજીસ્ટ પાસે તપાસ કરાવવી જોઈએ આજે બસ આટલુજ ફરી મળીશું નવા વિષય સાથે નમસ્કાર.