શિમલામાં આવેલું રાષ્ટ્રપતિ ભવન ધ રીટ્રીટ સામાન્ય લોકો માટે ખુલ્યું

0
192
રાષ્ટ્રપતિ ભવન ધ રીટ્રીટની પ્રવાસીઓ લઇ શકશે મુલાકાત 
શિમલાના મશોબ્રા પાસે સ્થિત 173 વર્ષ જૂનું રાષ્ટ્રપતિ નિવાસ (રિટ્રીટ) આજથી સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યું છે. નવી દિલ્હી અને હૈદરાબાદમાં રાષ્ટ્રપતિના નિવાસસ્થાન બાદ હવે શિમલાની બિલ્ડીંગની પણ લોકોએ રવિવારે પહેલીવાર મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ ઐતિહાસિક વારસાને સામાન્ય લોકો માટે ખોલવાની સત્તાવાર જાહેરાત કરી હતી . હવે ભારત અને વિદેશથી આવતા પ્રવાસીઓ નિયત એન્ટ્રી ફી પર અહીં મુલાકાત લઈ શકશે. પ્રવેશ ફી ભારતીય નાગરિકો માટે 50 રૂપિયા પ્રતિ વ્યક્તિ અને વિદેશી નાગરિકો માટે 250 રૂપિયા પ્રતિ વ્યક્તિ નક્કી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ નિવાસ સોમવારે, રાજપત્રિત રજાઓ અને રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન સામાન્ય લોકો માટે બંધ રહેશે.
તમામ સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ માટે 30 જૂન 2023 સુધી પ્રવેશ નિ:શુલ્ક રાખવામાં આવ્યો છે. સામાન્ય લોકો રાષ્ટ્રપતિ નિવાસની મુલાકાત લેવા માટે રાષ્ટ્રપતિ ભવનની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઈન બુકિંગ કરી શકે છે.