અમૃતપાલ સિંહની ધરપકડ અંગે અમૃતપાલની માતાએ શું કહ્યું ?

0
162

વારિસ પંજાબ દેના વડા અમૃતપાલ સિંહની રવિવારે પંજાબના મોગા જિલ્લાના રોડે ગામમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ લગભગ 35 દિવસથી ફરાર હતો. પોલીસ મહાનિરીક્ષક સુખચૈન સિંહ ગિલે જણાવ્યું કે 30 વર્ષીય અમૃતપાલની સવારે 6:45 વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ કર્મચારીઓએ તેને રોડે ગામમાં ઘેરી લીધો, ત્યારબાદ તેની પાસે બચવાનો કોઈ રસ્તો બચ્યો ન હતો.ધરપકડ પર પ્રતિક્રિયા આપતા અમૃતપાલ સિંહની માતા બલવિંદર કૌરે કહ્યું કે અમે સમાચાર જોયા અને જાણ્યું કે તેણે આત્મસમર્પણ કર્યું છે. તેમને તેમના પુત્ર પર ગર્વ છે કારણ કે તે સિંહ છે, અને તેણે યોદ્ધાની જેમ આત્મસમર્પણ કર્યું છે. તેમણે વધુમાં કહ્યું કે અમે કાયાદાકીય લડાઈ લડીશું