HomeDeshરતલામ-ઈન્દોર ડેમુ ટ્રેનમાં લાગી ભીષણ આગ,આગ લાગવાનું કારણ અકબંધ

રતલામ-ઈન્દોર ડેમુ ટ્રેનમાં લાગી ભીષણ આગ,આગ લાગવાનું કારણ અકબંધ

ડેમુ ટ્રેનમાં રવિવારે સવારે ભીષણ આગ લાગી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે રતલામથી ઈન્દોર આવતી ડેમુ ટ્રેનમાં  સવારે 6:35 કલાકે પ્રીતમ નગર સ્ટેશન પર બે કોચમાં અચાનક આગ ફાટી નીકળી હતી. મુસાફરો કંઈ સમજે તે પહેલા જ આગ પ્રસરી ગઈ હતી. જેના કારણે મુસાફરો પોતાનો સામાન બહાર કાઢીને દૂર જઈને ઉભા રહી ગયા હતા. વહીવટીતંત્ર આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો . ઘટનાની જાણ થતાં જ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે જવા માટે રવાના થઈ ગયા હતા.ડેમુ ટ્રેનમાં આગ લાગ્યાના લગભગ એક કલાક બાદ ફાયર બ્રિગેડ 7:50 વાગ્યે પહોંચી હતી. તમામ મુસાફરોને ઉતારી દેવામાં આવ્યા છે. ટ્રેનમાં એટલી ભયાનક આગ લાગી હતી કે, ટ્રેનમાંથી આગની જ્વાળાઓ દૂર દૂરથી દેખાઈ રહી હતી. ટ્રેનના બે કોચ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ છે. હજુ સુધી ટ્રેનમાં આગ લાગવાનું કારણ સ્પષ્ટ નથી થયું.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments