પરશુરામ જયંતિ અને ઈદ પર કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
આવતીકાલે રમજાન ઈદ અને પરશુરામ જયંતિ નિમિત્તે અમદાવાદ શહેરમાં બંને તહેવારો ઉજવણીના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ જળવાઈ રહે. અને નાગરિકો પોતપોતાના તહેવારોની ઉજવણી કરી શકે તે માટે પોલીસ કમિશનર દ્વારા બંદોબસ્ત ગોઠવ્યો. અંદાજે 450 જેટલી મસ્જિદ અને ઇદગાહ આવેલ છે. મુસ્લિમ બિરાદારો મોટી સંખ્યા પર એકત્રિત થઈ રમજાન ઈદ નિમિત્તે સામૂહિક નમાઝનું આયોજન કરવામાં આવતું હોય છે. જે પૈકી ૪૦ થી ૫૦ જગ્યા ઉપર મુસ્લિમ બિરાદરો એકત્રિત થતા હોય છે. આયોજન કરવામાં આવેલ છે. અમદાવાદ શહેરમાં આશરે ભગવાન પરશુરામજી ની શોભા યાત્રા નીકળતી હોય છે. જેવા મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય છે. ઈદ અને ભગવાન પરશુરામ ની ઉજવણી બંને તહેવારોની શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે શહેર પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવેલ છે. શહેર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે