એમએસ યુનિવર્સિટીમાં કેમ થયા વિદ્યાર્થિઓ નાપાસ- શુ લાગ્યા આરોપ

0
161

સતત વિવાદોમાં ઘેરાયેલી રહેતી વડોદરાની એમ.એસ યુનિવર્સિટી વિદ્યાર્થીઓના પરિણામોને લઈને ફરી વિવાદમાં આવી છે. યુનિવર્સિટીની B.comની ત્રીજા વર્ષની પરીક્ષાના પરિણામમાં મોટો છબરડો સામે આવ્યો છે. યુનિવર્સિટીના કુલ 7 હજાર 200 જેટલા વિદ્યાર્થીઓએ B.comની ત્રીજા વર્ષની પરીક્ષા આપી હતી. જેમાંથી 2 હજાર 880 વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે યુનિવર્સિટીના 100 કે 200 નહીં પરંતુ 2880 વિદ્યાર્થીઓને પરીક્ષામાં નાપાસ કરવામાં આવ્યા છે. આ પરિણામ મામલે વાઈસ ચાન્સેલરે પરીક્ષા વિભાગ પાસેથી જવાબ માંગ્યો છે. આમાં સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે આમાંથી કેટલાક વિદ્યાર્થીઓને તો ઝીરો માર્ક્સથી નાપાસ કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીની T.Y.B.Comની પરીક્ષાના પરિણામે શહેરભરમાં ચર્ચા જગાવી છે.