ભારતના 25 એરપોર્ટ 100 ટકા ગ્રીન એનર્જીનો ઉપયોગ કરે છે : સિંધિયા

0
191

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મહત્વની જાણકારી આપતા કહ્યું છે કે, “ભારતના 25 એરપોર્ટ હાલમાં 100 ટકા ગ્રીન એનર્જીનો ઉપયોગ કરી રહ્યાં છે, જ્યારે 2025 સુધીમાં લગભગ 121 એરપોર્ટને કાર્બન ન્યુટ્રલ બનાવવામાં આવશે. અમે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા અને ઉડ્ડયન ઉદ્યોગમાંથી ઉત્સર્જન ઘટાડવા માટે ઘણા પગલા લીધા છે. અમે અમારા એરપોર્ટ્સને વર્ષ 2024 સુધીમાં ગ્રીન એનર્જીનો ઉપયોગ કરવા અને 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જન મુક્ત બનાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ.”