HomeGujaratભાવનગર ડમી કાંડમાં વધુ બે આરોપીઓ પકડાયા

ભાવનગર ડમી કાંડમાં વધુ બે આરોપીઓ પકડાયા

રાજ્યમાં બહુચર્ચીત ડમીકાંડમાં પોલીસે વધુ બે આરોપીઓેને દબોચી લીધા હતા. આ બે આરોપી સહિત અત્યાર સુધી 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી મિલન બારૈયા અને વિરમદેવસિંહની ધરપકડ કરી છે.પોલીસે આ બંને આરોપીઓને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડમીકાંડમાં 36 આરોપીઓ અને  ઝડપાયેલા બે આરોપીઓનો વધારો થતા કુલ 38 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ થઈ છે. પોલીસની તપાસ દરમિયાન ઝડપાયેલા બે આરોપીમાંથી 42 વર્ષીય વિરમદેવસિંહ ગુજરાત એસટી વિભાગમાં ફરજ બજાવે છે. આ બંને આરોપી મિલન ઘુઘાભાઈ બારૈયા સરતાનપર અને વિરમદેવસિંહ નાગભા ગોહિલ ઉમરાળા વડોદ તાલુકાના રહેવાસી હોવાની માહિતી મળી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments