HomeUncategorizedચાંગોદર પોલીસે ઝડપી પાડ્યો ઈંગ્લીશ દારૂ

ચાંગોદર પોલીસે ઝડપી પાડ્યો ઈંગ્લીશ દારૂ

લોડીંગ રિક્ષામાં લઇ જવાતો ઈંગ્લીશ દારુ  ચાંગોદર પોલીસે ઝડપી પાડયો હતો.ચાંગોદર પોલીસનાં પીઆઇ આરડી ગોજિયાને  બાતમી મળી હતી કે બાવળા સરખેજ હાઇવે પર એક લોડીંગ રિક્ષા ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારુ ભરીને સરખેજ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીનાં આધારે સનાથલ સર્કલ નજીક ચંગોદર પોલીસ વોચમાં હતી ત્યારેજ  લોડીંગ રિક્ષાને કોર્ડન કરીને પકડી પાડી હતી રિક્ષામાં તપાસતા  ઈંગ્લીશ દારુ મળી આવ્યો હતો. પોલીસે મહંમદઝેદ  સૈયદ જે સરખેઝનો રહેવાસી છે તેને ઝડપી પાડયો હતો.ચાંગોદર પોલીસએ  રિક્ષા અને મોબાઈલ સહીત કુલ 1 લાખ 60 હજાર નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments