માફિયા અતિક અહેમદ અને અશરફની હત્યા બાદ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, “ઉત્તરપ્રદેશમાં માફિયા હવે કોઈને પણ ડરાવી શકે નહીં. કારણ કે, અહીં કાયદાનું રાજ છે. યુપીમાં હવે રમખાણો નથી થતા. 2017 પહેલા ઉત્તરપ્રદેશમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ખરાબ હતી અને રાજ્ય રમખાણો માટે કુખ્યાત હતું. પહેલા યુપીની અસ્મિતા પર સંકટ હતું, પરંતુ, હાલ યુપી માફિયાઓ માટે સંકટ બની રહ્યું છે. હવે કોઈ માફિયા ઉદ્યોગસાહસિકોને ડરાવી નહીં શકશે. ઉત્તર પ્રદેશ આજે શ્રેષ્ઠ કાયદો અને વ્યવસ્થાની ખાતરી આપે છે.”