બનાસકાંઠા:150 પશુને કતલખાને લઈ જતી 10 ટ્રક ઝડપાઈ

0
127

પાલનપુરના ચિત્રાસણી પાસેથી 150 જેટલાં પશુઓને કતલખાને લઈ જતી 10 ટ્રકને જીવદયાપ્રેમીઓએ ઝડપી પાડી હતી. રાજસ્થાન તરફથી આવતી 10 ટ્રકને ચિત્રાસણી નજીક રોકાવી હતી. એ દરમિયાન જીવદયાપ્રેમીઓ પર ડ્રાઈવરોએ હુમલો કર્યો હતો. જોકે તેમ છતાં જીવદયાપ્રેમીઓએ હિંમત કરીને ટ્રકમાં તપાસ કરી હતી, જેમાં ઘાસચારા વગર અને ખીચોખીચ ભરેલાં પશુઓ જોવા મળતાં એમને છોડાવાયા હતા. જીવદયાપ્રેમીઓએ ચિત્રાસણી નજીક આ ટ્રકોને રોકાવી હતી. જોકે ટ્રકચાલકોએ જીવદયાપ્રેમીઓ ઉપર હુમલો કર્યો હતો. એમ છતાં જીવદયાપ્રેમીઓએ હિંમત કરીને ટ્રકોમાં તપાસ કરતાં 150 જેટલાં પશુઓ ખીચોખીચ હાલતમાં ભરેલા જોવા મળ્યાં હતાં. એ બાદ જીવદયાપ્રેમીઓએ ટ્રકોને પોલીસના હવાલે કરી હતી. પોલીસે 10 ટ્રક સહિત એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ટ્રકોનો કબજો લઈ પશુઓને સુરક્ષિત જગ્યાએ ખસેડી ટ્રકચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.