રેલવેએ ભંગાર વેંચી કરી કરોડોની આવક

0
499

સીએજી રીપોર્ટમાં રેલ વિભાગ અંગે ચોંકાવનારી માહિતી સામે આવી છે. CAG ઓડિટમાં જાણવા મળ્યું છે કે ભારતીય રેલ્વેએ 11,418 કરોડના લક્ષ્‍યાંક સામે 2017-21 દરમિયાન ભંગારના વેચાણમાંથી રૂ. 11,645 કરોડની કમાણી કરી હતી. રિપોર્ટ અનુસાર, ઝોનલ રેલ્વેના 32 પસંદગીના વિભાગોમાં આવકની તપાસમાં જાણવા મળ્યું છે કે વર્ષ 2017-21 દરમિયાન રિટાયરિંગ રૂમમાંથી કુલ આવક 48.17 કરોડ રૂપિયા હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે ઝોનલ રેલ્વેના પસંદગીના વિભાગોમાં બહારની પાર્ટીઓ, PSUs અને સરકારી કચેરીઓને ભાડા પર આપવામાં આવેલા વિવિધ રેકોર્ડની સમીક્ષા પરથી જાણવા મળ્યું છે કે 31 માર્ચ, 2021 સુધી 23.32 કરોડ રૂપિયાની રકમ બાકી હતી. ઓડીટ રીપોર્ટમાં2017 થી 2021 સુધીના ચાર વર્ષમાં રેલવેની આવકનો હિસાબ રજૂ કરવામાં આવ્યો છે.