કર્ણાટકમાં ભાજપને મોટો ફટકો, પૂર્વ સીએમ જગદીશ શેટ્ટારે કોંગ્રેસમાં જોડાયા

0
280

કર્ણાટક વિધાન સભાની ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટર કોંગ્રેસમાં જોડાયા છે.રવિવારે તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે શેટ્ટર કોંગ્રેસમાં જોડાઈ શકે છે. તે બધી અટકળો સાચી સાબિત થઇ અને તે ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. ભાજપમાંથી રાજીનામું આપતી વખતે શેટ્ટરે કહ્યું હતું કે, તેમણે ભારે હૈયે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે વધારેમાં કહ્યું કે, તેઓ ટૂંક સમયમાં તેમની ભવિષ્યની યોજનાઓ જાહેર કરશે અને વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરશે.