HomeDeshઅતીક-અશરફની હત્યાનો મામલો પહોંચ્યો સુપ્રીમકોર્ટ

અતીક-અશરફની હત્યાનો મામલો પહોંચ્યો સુપ્રીમકોર્ટ

માફિયાઅતીક અને અશરફની હત્યાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. એડવોકેટ વિશાલ તિવારીએ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરીને પોલીસ કસ્ટડીમાં થયેલી હત્યાની તપાસની માંગ કરી છે. આ અરજીમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ તપાસ કરાવવાની માગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ કસ્ટડીમાં આવી હત્યા કે નકલી એન્કાઉન્ટરના બહાને હત્યાની ઘટના કાયદાના નિયમનું ઉલ્લંઘન છે. વિકાસ દુબેથી લઈને અસદની એન્કાઉન્ટર હત્યા કે હવે અતીક-અશરફની હત્યા આ શ્રેણીમાં છે. આ અરાજકતા લોકશાહી માટે ગંભીર પડકાર છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments