દેશમાં ચાર દિવસ હિટ વેવની આગાહી,જાણો કયારે પડશે ગરમી

0
178

સમગ્ર દેશમાં આગામી સમયમાં ગરમીમાં વધારો થશે. લૂ ચાલુ રહેવાની પણ શક્યતા છે. હવામાન વિભાગે આ અંગે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને કોસ્ટલ આંધ્રપ્રદેશમાં આગામી 3-4 દિવસ દરમિયાન હીટ વેવની સ્થિતિ સર્જાવાની સંભાવના છે. આ ઉપરાંત પશ્ચિમી હિમાલયન ક્ષેત્ર અને તેની આસપાસના મેદાની વિસ્તારોમાં આજથી વરસાદનો નવો દોર શરૂ થશે. મધ્ય અને પૂર્વ ભારતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 39-42 °C ની રેન્જમાં છે. દ્વીપકલ્પ અને ઉત્તર પશ્ચિમ ભારતના ભાગો, પશ્ચિમ બંગાળના ઘણા ભાગો, ઓડિશાના ભાગો, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમ, કેરળ અને માહે, જમ્મુ વિભાગ, પંજાબ અને ઉત્તર ભારતના ભાગોમાં તાપમાન સામાન્ય કરતા 3-5 ° સેલ્સિયસ વધારે હતું.આગામી 2-3 દિવસ દરમિયાન આસામ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, આંતરિક તમિલનાડુ અને કેરળના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2-4 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની શક્યતા છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતા 1-3 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની શક્યતા છે.