જ્યુડિશિયલ કમિશન કરશે અતિક એહમદ અને અશરફની  હત્યાની તપાસ

0
285

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અતિક અહમદ અને અશરફ અહમદની હત્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહત્વની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ આ મામલે ન્યાયિક પંચની જાહેરાત કરી છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજની ઘટનાનું સંજ્ઞાન લીધું છે. મુખ્યમંત્રીએ ત્રણ સભ્યોના જ્યુડિશિયલ કમિશન બનાવવા માટે પણ સૂચનાઓ આપી હતી. ત્રણેય હુમલાખોરોને ઘટનાસ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે