દેશની રાજધાની દિલ્હીમાં અપરાધીઓ બેફામ

0
136

બે શખ્સોએ બંદૂકની અણી પર મહિલા પાસેથી સોનાની ચેઈન ખેંચી

દેશની રાજધાની દિલ્હીમાં અપરાધીઓ બેફામ બન્યા છે. દિલ્હીમાં દરરોજ લૂંટ-ફાટ, ચોરી અને હત્યાના કેસ સામે આવી રહ્યા છે, જેને લઈને દિલ્હીવાસીઓમાં એક ડરનો માહોલ છવાયો છે. તે વચ્ચે દિલ્હીના રોહિણી વિસ્તારનો એક સીસીટીવી વિડીયો હાલ વાયરલ થયો છે. આ વિડીયોમાં બાઈક પર સવાર બે શખ્સોએ બંધૂક અણીએ મહિલા પાસેથી સોનની ચેઇન ખેંચી હતી. આ વિડીયો વાયરલ થતા જ દિલ્હીમાં મહિલાઓની સુરક્ષા પર સવાલ ઉભા થઇ રહ્યા છે. હાલમાં આ મામલે દિલ્હી પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.