“ભાજપના 4-5 વર્તમાન ધારાસભ્યો જલ્દી NCPમાં જોડાશે”

0
340
કર્ણાટક NCP પ્રમુખ હરી આરના દાવાથી રાજકારણ ગરમાયું
કર્ણાટક વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે. ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સહીત પ્રાદેશિક રાજકીય પક્ષોએ આ ચૂંટણીને લઈને કમર કસી લીધી છે. તે વચ્ચે કર્ણાટક એનસીપીના પ્રમુખ હરી આરે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે, “કર્ણાટકમાં એનસીપી અમે ઓછામાં ઓછી 40 સીટો પર લડશે. અને ભાજપના 4-5 વર્તમાન ધારાસભ્યો NCPમાં જોડાવા માટે અમારા સંપર્કમાં છે. બેંગલુરુના ભૂતપૂર્વ મેયર પણ ટૂંક સમયમાં અમારી પાર્ટીમાં જોડાઈ શકે છે.” આ દાવાના કારણે કર્ણાટકના રાજકારણમાં ભૂકંપ મચી ગયો છે.