ડિજિટલ પેમેન્ટમાં ભારત બન્યું વર્લ્ડ લીડર

0
267

ડિજિટલ પેમેન્ટમાં ભારત વર્લ્ડ લીડર બન્યું છે. . વિશ્વના કેટલાક વિકસિત દેશો હજુ પણ ડિજિટલ પેમેન્ટમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તે જ સમયે, ભારત ડિજિટલ પેમેન્ટ્સમાં વર્લ્ડ લીડર તરીકે ઉભરી આવ્યું છે. દેશમાં માત્ર ડિસેમ્બર 2022માં જ 782 કરોડના ટ્રાન્ઝેક્શન થયા છે. જે યુએસ, યુકે, જર્મની અને ફ્રાન્સના સંયુક્ત ડિજિટલ પેમેન્ટ કરતાં વધુ છે. ભારતમાં દરરોજ 22 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન થાય છે. 2016 માં UPI આ્વ્યા પછી તેમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. હવે અંતરિયાળ ગામડાઓમાં પણ ડિજિટલ પેમેન્ટ થઈ રહ્યું છે.ડિજિટલ પેમેન્ટ્સમાં ભારતની જબરદસ્ત વૃદ્ધિના પરિણામે, ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ (IMF) જેવી સંસ્થાઓ પણ આપણા દેશના વખાણ કરતાં થાકતી નથી. IMFએ તેના વર્કિંગ પેપરમાં ભારતના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી વિશ્વને શીખવાની વાત કરી છે. ભારતમાં UPI શરૂ થયા બાદ ડાયરેક્ટ બેન્ક-ટુ-બેન્ક ટ્રાન્સફર અને ડિજિટલ ઈ-વૉલેટ ડિજિટલ રિવોલ્યુશનનું કારણ બન્યું છે. છેલ્લા 10 વર્ષમાં ભારતનો ડિજિટલ ગ્રોથ વાર્ષિક 43% રહ્યો છે. વર્ષ 2010-11 દરમિયાન કુલ 86 લાખ કરોડ રૂપિયા ઓનલાઈન પેમેન્ટ થયું હતું. તે જ સમયે, 2021-22માં આ આંકડો 126 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે.