તલાટી પરીક્ષાને લઇ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની સ્પષ્ટતા

0
125

કન્ફર્મેશન આપ્યા છતાં પરીક્ષા ન આપનાર સામે કોઈ કાર્યવાહી નહીં થાય

તલાટીની પરીક્ષાને લઈ ફરી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, “તલાટી પરીક્ષા માટે સંમતિ પત્રક ભરવું ફરજિયાત છે. જોકે, તે ભર્યા બાદ પણ પરીક્ષા ન આપનારા ઉમેદવાર સામે કોઈ કાર્યવાહી નહીં થાય.” હસમુખ પટેલે પરીક્ષા આપવા માંગતા ઉમેદવારોને વહેલી તકે આ ફોર્મ ભરવાની અપીલ કરી છે. ૭ મે 2023ના રોજ તલાટીની પરીક્ષા યોજવામાં આવશે. આ પરીક્ષા આપવા માટે ૧૭ લાખથી વધુ ઉમેદવારોએ ફોર્મ આપ્યા છે.