અમે માટીમાં ભળી ગયા, બધી ભૂલ મારી છે : અતિક

0
37

માફિયા અતિક અહેમદે પુત્ર અસદના મૃત્યુના સમાચાર સાંભળ્યા બાદ ઘણી વખત રડ્યો છે. તેણે આ કહ્યું છે કે, “હવે અમે માટીમાં ભળી ગયા છીએ. બધી મારી જ ભૂલ છે. અસદનો કોઈ જ દોષ નહોતો. દુનિયાનું સૌથી મોટું દુ:ખ વૃદ્ધ પિતાના ખભા પર યુવાન પુત્રની લાશ હોય છે.”મહત્વનું છે કે, અસદ અહેમદને ઝાંસીમાં યુપી પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો છે, જે ઉમેશ પાલ હત્યા કેસમાં સામેલ હતો. અસદની સાથે ગુલામને પણ ઠાર મારવામાં આવ્યો છે. બંને પર રૂપિયા પાંચ લાખનું ઈનામ રાખવામાં આવ્યું હતું.